બ્લોગ વિશે

વિચિત્રકાવ્યો બ્લોગ એના નામ મુજબ વિચિત્ર અને પ્રયોગશીલ કાવ્યોને પ્રકાશીત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યો છે.  સરરિયલ, પ્રકીર્ણ, અશ્લીલ અને બિભત્સ ગણાતા કાવ્યોને પણ પ્રગટ કરવામાં આ બ્લોગ કોઈ સંકોચ નહીં રાખે.  ખાસ કરીને, વાંચતા વેંત ચોખલીઆ અને દંભી વાચકોના નાકનું ટીચકું ચડી જાય એવી કાવ્યકૃતિઓ આ બ્લોગની વિશેષતા રહેશે.

જેને કાવ્યની સમજ નથી એવા સાયબર જગતના જમાદારો મહેરબાની કરીને આ બ્લોગથી દૂર રહે.  મૂર્ખ લોકોની કોમેન્ટને ઉગતી જ ડામી દેવામાં આવશે.

કોઈ પણ વાચક આ બ્લોગને અનુરૂપ રચના અહીં કોમેન્ટ વિભાગમાં પોસ્ટ કરી શકે છે.

કોઈ પણ કોમેન્ટનો જવાબ કોમેન્ટની નીચે જ આપવામાં આવશે.  અનીવાર્ય કારણો સિવાય કોઈ ઈમેલ વ્યવહાર કરવો નહીં.  ઈમેલ સંપર્ક: vichitrakavyo@googlemail.com

સંપાદક અને કવિ:  વી.કે.

14 responses to “બ્લોગ વિશે

  1. શ્રીમાન,
    આપ ને મારા લખાણો ગમ્યા.આભાર.હવે આપ કહો છો તેમ બુક છપાવી પડશે.પણ હું અહી અમેરિકા માં છું.અહી તો ફ્રીમાં છાપી આપે છે.ત્યાની ખબર નથી.આપે બધા લેખ નહિ વાંચ્યા હોય.આપના અમુલ્ય પ્રતિભાવ બદલ આભાર.બ્લોગ દ્વારા મળતા રહીશું.

  2. વિકસતા જતા ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે..વધુ ને વધુ વિચિત્ર કાવ્યો મળે એવી આશા છે..

  3. લો! ફરી આવી અજ્ઞાત કવિતા, કોમેન્ટ, કવિ,બ્લોગની સિઝન!

    ભલે પધાર્યા!

    મજા પડશે.

  4. ચૂનીલાલ તિલકરાય યાજ્ઞિક

    આવા જ એક ચૂતિયા કવિએ ઊંઝામાતાને ખમાવતી કવિતા પાડાના પૂંછડાની પોંખણી લખી હતી.

  5. ચૂનીલાલ તિલકરાય યાજ્ઞિક

    સુધારો ચૂતિયા નહીં ભૂતિયા

  6. વિદેશી કવિતાઓ જ નહિ ભાઈ ગુજરાતી કવિતાઓમાં પણ સ્તન,શિશ્ન, યોનિ જાંઘ સંભોગ અને અત્યંત જુગુપ્સા પ્રેરક વસ્તુઓ આવે ચુકી છે. આમા કશી નવાઈ નથી. હા બ્લોગ ઉપર આવી કવિતા મુકવાનો લોકોને સંકોચ થતો હતો તે હવે તમે દૂર કરજો.

    • હરકાંત સાહેબ તમારો આભાર. તમારી વાત સાચી છે. હવે બ્લોગ ઉપર માત્ર મીઠી મીઠી કવિતા મસ્તી જ ચાલુ રહે એ બરાબર ના કહેવાય. તમારી પાસે આ બ્લોગને અનુરુપ કવિતા હોય તો મોકલી આપશો.

  7. કાંકરી-ચાળો

    શાંત પાણીમાં મે કાંકરી-ચાળો કર્યો,
    ગાલ ઉપર હોઠ મુકી હોઠને આળો કર્યો!

    આટલી નીકટતા મેં ધારી’તી ક્યાં ?
    લાગણીવશ નાહકનો સંબંધ સુવાળો કર્યો!

    લાગણીઓનું સરવૈયું કઢાય ના સખી,
    ‘સંબંધ’ જેવું ય ના બચ્યું ને ચોપડો કાળો કર્યો!

    જે ચગદાઇ ગયું છે સ્તનોના ભારથી
    એ હૈયું લુટાઇ ગયાનો તે હોબાળો કર્યો!

    લાગણીઓ વીના હું ય જીવત શી રીતે ?
    થોડીક કીરાયે મળી, થોડોક ફાળો કર્યો!

    સુરેશ લાલણ – સુરત

  8. આપનો બ્લોગ ગ્મ્યો . નવુ કઈક પિરસોછો તે ગમ્યુ .

    http://palji.wordpress.com
    કવિતા વિશ્વ

Leave a reply to ચૂનીલાલ તિલકરાય યાજ્ઞિક જવાબ રદ કરો