એક વેશ્યાની ગઝલ

એક વેશ્યાની ગઝલ

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

– ડૉ. વિવેક મનહર ટેલર

આ ગઝલ ડો. વિવેક ટેલરના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા ઉપરથી પુન:પ્રકાશિત કરી છે.  વિચિત્ર કાવ્યો બ્લોગને અનુરૂપ આ ગઝલ શોધી આપવા માટે શ્રી વિનય ખત્રીનો આભાર.

Advertisements

One response to “એક વેશ્યાની ગઝલ

 1. સ્તન ગમે છે ? લઇ લે રમવા !
  મજા આવશે તું માન સજનવા !

  મોંઢે લાગીને મત જા ભમવા,
  આંખ મારીને તું બેસ જમવા !

  કપડાં કાઢી ને માંડ ઉગમવા,
  આંચકા મારે તો લાગે ગમવા !

  ઘોડો થઇ જા અને લાગ રમવા,
  તોફાન માંડસે હમણાં સમવા !

  જે જોઇએ તે લઇ લે રમવા !
  મજા આવશે ને માંડસે ગમવા !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s